News of Saturday, 18th January 2025
રાજપીપળાના કોણ છે આ ગીતાબેન... જેમણે લાખો રૂપિયાનો દારૂ મંગાવ્યો
રાજપીપળા પોલીસ સ્ટેશન નજીકથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમે દારૂ ભરેલી કાર મળી રૂ.2.84 લાખના મુદામાલ સાથે એકને ઝડપી પાડ્યો: સ્થાનિક પોલીસ આ મામલે અજાણ હતી..? ગાંધીનગર થી આવેલી SMC ટીમ એ દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા પોલીસે સ્ટેશન નજીકના વિસ્તારમાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમે અંગ્રેજી દારૂનો મોટો જથ્થો પકડી પાડતાં રાજપીપળા પોલીસ અજાણ હતી કે કોઈની રહેમ નજર હેઠળ આ વેપલો ચાલતો હતો તેવા સવાલ હાલ ચર્ચામાં છે
પ્રાપ્ત વિગતો અનુસાર 17 જાન્યુઆરીની વહેલી સવારે રાજપીપળામાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ અને બુટલેગર વચ્ચે જાણે પકડદાવ ખેલાયો હતો. જેમાં ટાટા ઈન્ડિગો કારમાં દારૂ ભરીને નીકળેલા એક ઈસમને હરસિધ્ધિ માતા મંદિર બેક રોડ ઉપર થી SMC પોલીસે ઝડપી લીધો હતો.
વહેલી સવારે થયેલી દોડધામને પગલે લોકોમાં પણ શું બનાવ બન્યો છે, એને લઇને કુતુહલ જાગ્યું હતું, પરંતુ પોલીસ કર્મીઓ સાદા ડ્રેસ મા હોઈ કોઈને કંઈ ખબર ના પડી હતી, અને દારૂ ભરેલી ગાડીને ઝડપી લીધી ત્યાર બાદ પકડાયેલ આ ટાટા ઈન્ડિગો કાર નંબર GJ 16 AA 2051 સહિત પકડાયેલા આરોપીને રાજપીપળા પોલીસ મથકે લઈ જવાયો હતો તેમાંથી આશરે રૂ.1,29,528/- નો મુદામાલ ઝડપી પાડયો હતો જોકે દારૂનો આટલો મોટો જથ્થો રાજપીપળા ટેકરા ફળીયા ખાતે રહેતા ગીતાબેન વસાવાએ મંગાવ્યો હોવાનું પકડાયેલ પરેશ દશેરિયાભાઈ વસાવા (રહે. ચિતરોલ )એ જણાવ્યું હોય, આ ગીતાબેન કોણ છે..? અને રાજપીપળા પોલીસ આ મામલે અજાણ છે..? તેવા સવાલ ઉઠ્યા હતા.
જોકે સ્ટેટ મોનીટરીંગ ટીમે પકડેલા પરેશ વસાવા સિવાય ના આ ગુના માં સંડોવાયેલા અન્ય ત્રણ પૈકી (2) હરેશ રણછોડભાઇ વસાવા( રહે. જુનાઘાટા ગામ, તા.નાંદોદ, જી. નર્મદા) .(3) દિનેશભાઈ શાંતિલાલ વસાવા (રહે. ચીતરોલ ગામ, તા.નાંદોદ, જી.નર્મદા )તેમજ(4) ગીતાબેન રાજેશભાઇ વસાવા ( રહે. ટેકરા ફળિયું.રાજપીપળા )નાઓ ને વોન્ટેડ જાહેર કરી કુલ ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે રાજપીપળા પોલીસ ને કેસ સુપરત કર્યો છે.
ભૂતકાળમાં ચિતરોલથી ટ્રકબંધી કરોડોનો દારૂ પકડાયો હતો
રાજ્યની સૌથી મોટી વેદેશી દારૂની રેડ ચિતરોલ ખાતે ભૂતકાળ માં કરાઈ હતી જેમાં કરોડો રૂપિયાનો ટ્રકબંધી દારૂ નો મુદામાલ ઝડપાયો હતો અને આ રેડમાં પણ ચિતરોલ ગામના બે નબીરા સામેલ હોય શું આ ગામ ફરી વિદેશી દારૂ માટે નું હેડ ક્વાટર બની ગયું છે.? જો આમ હોય તો એના કર્તાહર્તા કોણ છે એ તપાસનો વિષય છે
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
