<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

અમદાવાદના રાણીપમાં દબાણ હટાવવા ગયેલ પોલીસ અને મનપાની ટીમ પર ટોળાનો હુમલો

પી.એસ.આઈનો કોલર પકડી મારી નાંખવાની ધમકી આપી: સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરાયો : કેટલાક પરિવારજનોએ આત્મહત્યાની પણ ધમકી આપી:AMC ના અધિકારીએ હુમલો કરનારા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર બાદ શનિવારે (18 જાન્યુઆરી) એ.એમ.સીની ટીમ અને ગુજરાત પોલીસ રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવા પહોંચી હતી. જોકે, ત્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એ.એમ.સીના અધિકારીએ હુમલો કરનારા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

     રાણીપમાં રામજીભાઈ ખાડિયાની ચાલીમાં એ.એમ.સી અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી. જ્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દબાણ દૂર ન કરવા દેવાના પ્રયાસ રૂપે સ્થાનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય પી.એસ.આઈનો કોલર પકડી મારી નાંખવાની ધમકી આપી હતી. તો કેટલાક પરિવારજનોએ આત્મહત્યાની પણ ધમકી આપી હતી

એ.એમ.સીના ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં એ.એમ.સી ટીમની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવી તેમજ હુમલો કરવાના મામલે બે મહિલા સહિત કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતિજી ઠાકોર એમ કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો થાળે પડી ગયા બાદ તંત્ર દ્વારા ફરી દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી


 

(11:01 PM IST)