<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

વાલોડ તાલુકાના બાજીપુરા નજીક ઈકો-પિકઅપ જોરદાર ટક્કર થતા ગોઝારો અકસ્‍માત

રેસ્ક્યૂ ટીમે કારનો ભાગ કાપીને ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો

તાપી:  વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાહન વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઈકો કારનો ચાલક ગંભીર રીતે ફસાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ અકસ્માતની ગંભીરતાને જોતાં તાત્કાલિક સ્થાનિક લોકો અને રાહદારીઓ એકત્રિત થયા હતા. ફસાયેલા ચાલકને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે કટર મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો. રેસ્ક્યૂ ટીમે કારનો ભાગ કાપીને ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અકસ્માત અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

(12:30 PM IST)