<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

સુરત SOG પોલીસે ગૌ-વંશ પશુના હત્યાના ગુન્હામાં દોઢેક વર્ષથી નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી

પોલીસે આરોપી ઇબ્રાહીમ ઉર્ફે કાલ્લુબંગાલી સાગર શેખની સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી

સુરત SOG પોલીસે, ગૌ-વંશ પશુના હત્યાના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતાફરતા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી ઇબ્રાહીમ ઉર્ફે કાલ્લુબંગાલી સાગર શેખની સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. દોઢ વર્ષ પહેલા આરોપી મહારાષ્ટ્રનાં નવાપુરથી ગૌમાંસ ભરીને સુરત લાવી રહ્યો હતો. જ્યાં સચિન પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપી પોલીસને જોઈ ગાડી ભગાવી હતી. આગળ જઇ ગાડી રસ્તા ઉપર છોડીને ફરાર થઈ ગયો હતો. જે મામલે આરોપી વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.


 

(5:13 PM IST)