તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
સુરતના સાયણ બ્રીજ પાસે ડમ્પરે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા: પત્ની અને 11 મહિનાની માસુમ દીકરીનું મોત
ઘટનામાં હાઈવા ચાલક ત્યાં જ વાહન મુકીને ફરાર થઇ ગયો:પત્ની અને દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ

સુરત જિલ્લામાં સાયણ બ્રીજ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ડમ્પર ચાલકે બાઈક સવાર પતિ-પત્ની અને 11 મહિનાની દીકરીને અડફેટે લીધા હતા. આ ઘટનામાં પત્ની અને 11 મહિનાની દીકરીનું મોત નીપજ્યું છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત જિલ્લામાં રંગોલી ચોકડીથી ઓલપાડ તરફ જતા રોડ પર સાયણ બ્રિજ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક પર સતિષ ગણેશ નાકરાણી તેમના પત્ની અને 11 મહિનાની દીકરી સાથે પસાર થઇ રહ્યાં હતા. જે દરમિયાન એક ડમ્પર ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી.
અકસ્માતની આ ઘટનામાં સતીષભાઇની પત્ની ઝલકબેનને ગંભીર ઇજાઓ પહોંચતા બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સતીષભાઇ અને તેમની 11 મહિનાની દીકરીને હોસ્પિટલ ખસેડાયા હતા. તેમની 11 મહિનાની દીકરીને પગ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતની આ ઘટનામાં હાઈવા ચાલક ત્યાં જ વાહન મુકીને ફરાર થઇ ગયો હતો. પત્ની અને દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
