News of Sunday, 19th January 2025
વડોદરામાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારો આરોપી 10 વર્ષે ઝડપાયો
વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નમીસરા ગામના હમીરપુરા રોડ પર આવેલા સાગર બ્રિક્સ ઇંટોના ભઠ્ઠા ખાતેથી ઝડપી પાડ્યો

વડોદરાના જવાહર નગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનાનો આરોપી છેલ્લા 10 વર્ષથી ફરાર હતો. આ આરોપીને વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નમીસરા ગામના હમીરપુરા રોડ પર આવેલા સાગર બ્રિક્સ ઇંટોના ભઠ્ઠા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના જવાહર નગર પોલીસ સ્ટેશનમાં 2014માં દુષ્કર્મનો પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં 3 વર્ષની બાળકીને આરોપી રામ સેવક ઉર્ફે સજંય બલવીર યાદવ રમવાના બહાને લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ફરાર થઇ ગયો હતો. છેલ્લા દશ વર્ષથી આરોપી ફરાર હતો. આરોપી રામ સેવક ઉર્ફે સંજય બલવીર યાદવને ઝડપી પાડવા માટે ટેક્નિકલ તથા હ્યુમન રિસોર્સની મદદ લેવાઈ હતી.
આ આરોપી ઉત્તર પ્રદેશ ખાતેથી વડોદરા ગ્રામ્ય નમીસરા ગામ હમીરપુરા રોડ ઉપર આવેલો છે અને સાગર બ્રિક્સ નામના ઈંટોના ભઠ્ઠા ઉપર મજૂરી કામ કરતો હોવાની બાતમી હકીકત મળી હતી. જે આધારે વડોદરા શહેર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી રામ સેવક પ્રોફે સંજય મળી આવ્યો હતો. જેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી જવાહર નગર પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
