તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
ગુજરાત કેડરના IPS ડો. શમશેર સિંહની BSFમાં નિમણૂંક અપાઈ :કેન્દ્રીય ગૃહ વિભાગે મંજૂરી આપી.
એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 1991ની બેચના IPS ડો. શમશેર સિંહની BSFમાં ADG તરીકે નિમણૂંક

ગુજરાત કેડરના IPS ડો. શમશેર સિંહની BSFમાં નિમણૂંક કરવામાં આવી છે. જેઓ 1991ની બેચના IPS અધિકારી છે. જેઓ વર્તમાનમાં એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. કેન્દ્રીય ગૃહ વિભાગે મંજૂરી આપી છે.
BSFમાં ADG તરીકે ડો.શમશેર સિંહની નિમણૂંક કરવામાં આવી છે. જેમણે ACB ગુજરાતમાં ખુબ સારી કામગીરી કરી છે. સાથો સાથ તેઓ એક આગવી છાપ પણ ધરાવે છે.
IPS ડો. શમશેર સિંહ 1991ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. જેઓ મૂળ હરિયાણાના વતની છે. જેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં PhD કર્યું છે. તેઓ વર્ષ 2020 સુધી ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ - CID ક્રાઈમના ADGP તરીકે સેવા આપી છે. જે બાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. જેઓ વર્તમાનમાં ACBમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
