તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
લારીમાં વેચાતી બળી દૂધની નહીં ઈંડાની પણ હોય શકે : અમદાવાદમાં બળી વેચનાર ફેરિયાએ કર્યો મોટો ખુલાસો
લારી પર ફેરિયાઓ દ્વારા વેચવામાં આવતી બળી નામની મીઠાઈ પણ નકલી હોવાનું સામે આવ્યું

અમદાવાદ : ગુજરાત સહિત દેશભરમાં ખાણી-પીણીની વસ્તુઓ નકલી હોવાનું સામે આવતું હોય છે. એવો જ એક બીજો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં લારી પર ફેરિયાઓ દ્વારા વેચવામાં આવતી બળી નામની મીઠાઈ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં બળી વેચનાર ફેરિયાએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે. જે બળીને આપણે દૂધની મીઠાઈ સમજીને આરોગીએ છીએ તે હકીકતમાં ઈંડાથી બનાવવામાં આવે છે
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ફેરિયો બળી લઈને જતો હોય છે. એવા સમયે વીડિયો ઉતારી રહેલો વ્યક્તિ તેને આ વિશે સવાલ પૂછે છે કે, આ શું છે અને શેમાંથી બનાવી છે? ત્યારે ફેરિયો જવાબ આપે છે કે, આને લોકો બળી કહે છે અને ઈંડામાંથી બનાવવામાં આવે છે. જોકે, આ લારી પર આ બળી જોતા તે એકદમ અસલ દૂધની બળી જેવી જ દેખાય છે. જેના કારણે ઘણાં શાકાહારી લોકો આ ઈંડાની બળીને દૂધની બળી સમજીને આરોગી લે છે
આ વિશે ફેરિયાએ કહ્યું કે, કોઈ મને પૂછતું નથી કે, આ બળી શેમાંથી બનાવેલી છે એટલે હું નથી જણાવતો. જે મને પૂછે છે તો હું તેમને સાચું જ કહી દઉ છું કે, આ ઈંડામાંથી બનાવેલી બળી છે. ત્યારે વીડિયો બનાવતા વ્યક્તિએ પૂછ્યું કે, શાકાહારી વ્યક્તિ હોય તો તેને સામેથી કેમ નથી કહેતો કે આ બળી દૂધ નહીં પરંતુ ઈંડામાંથી બનેલી છે? ત્યારે ફેરિયાએ એ જ રટણ કર્યું કે, કોઈ મને પૂછતું નથી એટલે નથી કહેતો.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
