<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

રાજપીપળામા પાણી પુરીની લારીઓ ઉપર ઝેરી ચણાનો વપરાશ થઈ રહ્યો હોવાની બૂમ

પાણીપુરીના માવામાં નખાતા ચણા ખાતરની દુકાનેથી સરકાર દ્વારા ખેતરમાં વાવેતર માટે વેચવામાં આવતા બીજ નિગમના માર્ક સાથે ના ઝેરી ચણા હોવાનો ઘટસ્પોટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:તાજેતરમાં રાજપીપળા પબ્લિક ગાર્ડન મા દાબેલી માંથી જીવડું નીકળવાની ઘટના થી લારીઓ ઉપર ઉભા રહી ખાતા લોકો મા ફફડાટ વ્યાપી ગયો હતો, આ લારી ઉપર 6 મહિના માં બીજી વખત જીવાત નીકળવાની ઘટના બની હોવાનું જાણવા મળે છે.

અને હાલમાં ઉઠેલી બુમ મુજબ ફરી લોકો ના સ્વાસ્થ્ય સાથે કઈ હદે રમત થઈ રહી છે એની ચોંકાવનારી વિગતો અમારા ધ્યાન પર આવી છે. જેમાં થોડાક પૈસા માટે લોકો ને પાણી પુરી ના નામે ઝેર ખવડાવવાનું કૃત્ય સામે આવ્યું છે, પાણી પુરી ના માવા મા વાપરવામાં આવતા ચણા એ કોઈ સામાન્ય ખાવા લાયક ચણા નહિ પણ ખાતર ની દુકાને થી સરકાર દ્વારા ખેતરમાં વાવેતર માટે વેચવામાં આવતા બીજ નિગમ ના માર્ક સાથે ના ઝેરી ચણા નો વપરાશ થઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.જે ખરેખર ગંભીર બાબત છે.
રાજપીપળા નગર ના એક ખાતર ની દુકાને થી ખેતરમાં વાવેતર માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ ના માર્ક સાથે નું લખાણ "ખોરાક, દાણ કે તેલ ના ઉપયોગ મા લેવું નહિં" તેમજ "બીજ ને પટ આપવા અંદર ઝેરી દવા થાયરમ ની પડીકી છે" એવું સ્પષ્ટ લખાણ હોવા છતાં, એક પાણી પુરી ની લારી ચલાવતા લારી સંચાલક ને ખાતર ની દુકાન થી 25 kg ની બે કોથળીનું વેચાણ કરાયું હતું. ત્યારે લારી પાસે નીચે રાખેલ આ ચણા ની કોથળીઓ જોઈ એક જાગૃત યુવાને લારી ધારકને આ બાબતે પૂછતાં તેણે એ દુકાન નું નામ કહ્યું હતું અને પોતાને આ ઝેરી ચણા છે એની ખબર નથી, એમ કહી આ કોથળીઓ ખાતર ની દુકાન વાળા ને પરત કરી રૂપિયા પરત લઈ લીધાં હતાં. ત્યારે દુકાનદારે પૈસા પરત આપતા કહ્યું હતું કે બધી પાણી પુરી ની લારીઓ વાળા મારે ત્યાં થી જ આ ચણા લઈ જાય છે, તને શુ વાંધો પડ્યો??

જો આ ખાતર ની દુકાન વાળા નું કથન સાચું હોય તો સમજો પાણી પુરી ના ચટકા લેતા લોકો પોતાના પેટમાં ઝેર તો નથી ખાઈ રહ્યા ને..?! હવે જેને પોતાના અને પોતાના પરિવારજનો ના સ્વાસ્થ્ય ની ચિંતા હશે એ લોકો લારીઓ ઉપર નું ખોરાક ખાતા પેહલા વિચારશે કે આ ટેસ્ટી પાણી પુરી કે અન્ય કોઈ દૂષિત ખોરાક ખાઈ ને આપણે લાંબા ગાળે કોઈ બીમારીનો શિકાર તો નહીં બનીએ ને.

હાલ માં યુવાનો મા હાર્ટ એટેક અને કેન્સર સહિત ની બીમારીઓ ભારે માઝા મૂકી છે, નાના બાળકો પણ વારંવાર અનેક બીમારીઓ મા સપડાઈ રહ્યા છે, ટેસ્ટ ના શોખીનો લારીઓ ઉપર ઉભા રહી પોતાના પેટ મા દૂષિત ખોરાક ખાઈ રહ્યા છે, અને એમને ખબર નથી પરિણામ શું આવશે??

(11:16 PM IST)