તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાજપીપળામાં પકડેલા લાખોના દારૂમાં આરોપી બૂટલેગર દિનેશ વસાવા બીજેપીના કારોબારી સભ્ય હોવાની ચર્ચા
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અંગ્રેજી દારૂ ભરેલી કાર મળી રૂ.2.84 લાખના મુદામાલનો ગુનો દાખલ કર્યો હોય જેમાં દિનેશ શાંતિલાલ વસાવા( રહે. ચિત્રોલ )વોન્ટેડ છે: જિલ્લા પ્રમુખના નામની હજુ જાહેરાત બાકી છે ત્યારે વર્તમાન બીજેપી જિલ્લા પ્રમુખ દ્વારા આવા બૂટલેગરને કેમ હોદ્દો અપાયો..? તેવી ચર્ચા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: 17 જાન્યુઆરીની વહેલી સવારે રાજપીપળા માં ગાંધીનગર ની સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે ટાટા ઈન્ડિગો કારમાં દારૂ ભરીને નીકળેલા એક ઈસમને હરસિધ્ધિ માતા મંદિર બેક રોડ ઉપર થી પકડ્યો હતો ત્યાર બાદ પકડાયેલ આ ટાટા ઈન્ડિગો કાર નંબર GJ 16 AA 2051 સહિત પકડાયેલા આરોપીને રાજપીપળા પોલીસ મથકે લઈ જવાયો હતો તેમાંથી આશરે રૂ.1,29,528/- નો મુદામાલ તેમજ ગાડી મળી કુલ 2.84 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો
જોકે સ્ટેટ મોનીટરીંગ ટીમે પકડેલા પરેશ વસાવા સિવાયના આ ગુના માં સંડોવાયેલા અન્ય ત્રણ પૈકી (2) હરેશ રણછોડભાઇ વસાવા ( રહે. જુનાઘાટા ગામ, તા.નાંદોદ, જી. નર્મદા).(3) દિનેશભાઈ શાંતિલાલ વસાવા )રહે. ચિત્રોલ ગામ, તા. નાંદોદ, જી.નર્મદા) તેમજ(4) ગીતાબેન રાજેશભાઇ વસાવા, (રહે. ટેકરા ફળિયું.રાજપીપળા) નાઓ ને વોન્ટેડ જાહેર કરી કુલ ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે જાણવા મળ્યા મુજબ ત્રીજા નંબર ના આરોપી દિનેશ શાંતિલાલ વસાવા રહે.ચિત્રોલ નામનો વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી ના નર્મદા જિલ્લા ના કારોબારી સભ્ય હોવાની વાત ફેલાતા આ મુદ્દે ભારે ઉહાપોહ થયો છે, કેમ કે હજુ નવા જિલ્લા પ્રમુખ ના નામની જાહેરાત થઈ નથી અને લાખો ના દારૂ માં પોલીસે વોન્ટેડ બતાવેલા આરોપી દિનેશ વસાવા ને વર્તમાન જિલ્લા પ્રમુખે કઈ રીતે કારોબારી સભ્ય બનાવ્યા, આવા બુટલેગર ને હોદ્દો આપવા પાછળ નું શું કારણ તેવી હાલ ભારે ચર્ચા એ જોર પકડ્યું છે.
SMC ની ફરિયાદ માં દિનેશ વસાવા પાસેથી દારૂ લાવ્યા નો સ્પષ્ટ ઉલ્લેખ
આ લાખોના દારૂ ના કેસ માં સ્ટેટ મોનીટરીંગ સેલ ની ફરિયાદ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પકડાયેલ પરેશ વસાવા અને તેનો મિત્ર હરેશ વસાવા એ મળી ચિત્રોલ ગામના નીચલા ફળીયા માં રહેતા દિનેશ શાંતિલાલ વસાવા પાસેથી દારૂ નો 1, 29, 528 રૂપિયા નો મુદામાલ મેળવી રાજપીપળા ટેકરા ફળીયા માં રહેતા ગીતાબેન વસાવા એ મંગાવેલ હોય માટે ત્યાં જતા પહેલા પરેશ વસાવા પોલીસ પકડ માં આવી ગયો હતો. જોકે આ ચિત્રોલ ગામના કોતરો માંથી ભૂતકાળ માં પણ કરોડો રૂપિયાનો દારૂ પોલીસે ઝડપી પાડી રાજ્યની મોટી રેડ કરી હતી.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
