<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

આઇપીએસ રાજેન્‍દ્રસિંહ ચુડાસમાના પુત્રએ ગુજરાતને ગૌરવ અપાવ્‍યું

માનવરાજસિંહે રાષ્‍ટ્રીય લેવલની શોટગન શૂટિંગમાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

રાજકોટ, તા.ર૦:  ખૂબ નાના સ્‍થાનથી આઇપીએસ લેવલ સુધીની સિદ્ધિ હાંસલ કરનાર ગુજરાત કેડરના આઈપીએસનાં પુત્રએ પણ પિતા માફક ખૂબ સારી સિદ્ધિ મેળવી ગુજરાત રાજ્‍યને ગૌરવ અપાવી મોરના ઇંંડા ચીતરવા ન પડે તે કહેવત યથાર્થ સાબિત કરી છે.

રાજેન્‍દ્રસિંહ ચુડાસમા આઇપીએસના સુપુત્ર માનવરાજસિંહએ ૬૭મી નેશનલ શોટઞન શૂટિંગ ચેમ્‍પિયનશિપ, દિલ્‍હી ખાતે ટ્રેપ જુનિયર મેન ટીમ ઇવેન્‍ટમાં ગોલ્‍ડ મેડલ મેળવેલ છે.

ગુજરાત રાજ્‍ય માટે આ પ્રથમ ગોલ્‍ડ મેડલ છે અને માનવરાજસિંહનો સતત ચોથો નેશનલ મેડલ શોટઞન શૂટિંગ ઇવેન્‍ટમાં છે.

માનવરાજસિંહ ઇન્‍ડિયન ટીમ માટેના સિલેકશન ટ્રાયલસ માટે પણ ક્‍વોલીફાઈ થયેલ છે.(૬.ર)

(10:11 AM IST)