News of Monday, 20th January 2025
૮૬ વર્ષના પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અનોખું લોકકલા સંગ્રહાલય ‘‘વિરાસત''
ગાયન, વાદન અને નૃત્ય એમ ત્રણેય કળાને જાણનાર એવા પદ્મશ્રી જોરાવરસિંહજીની ૬૦ વર્ષની જીવનયાત્રા જાણવા જેવી : ડો.મોનિકા શાહ : કલાકારોને પોતાની કલા પ્રદર્શન કરવાની તક મળે તે માટે ‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશન'ની સ્થાપના કરી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ મ્યુઝીયમનું ઉદ્ધાટન કરેલુ : મ્યુઝીયમમાં હડપ્પન સંસ્કૃતિ કાળના અને કચ્છના માટી કામના કલાત્મક વાસણો, પ્રાચીનકાળના સિક્કાઓ, ફોટોગ્રાફસ સહિતની વસ્તુઓનો સમાવેશ

રાજકોટઃ સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમાવેશ. આ ત્રણે કળાને જાણનાર અને માણનાર એવા પદ્મશ્રીના એવોર્ડથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવની યશસ્વી અને પ્રશંસનીય ૬૦ વર્ષની જીવનયાત્રા જાણવા જેવી છે. એક ખેડુતના પૂત્ર શ્રી જોરાવરસિંહજી એ કલાકારો ને પોતાની કળા પ્રર્દશિત કરવાનો મોકો મળે તે માટે ‘‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશન''ની સ્થાપના કરી છે.આજે તેના દ્વારા ૫૦૦૦ થી વધુ કલાકારો દેશ વિદેશમાં કાર્યક્રમો આપે છે.ગામડામાં રહેતા હજારો કલાકારોને શોધી તેમની કળાને વિશ્વવ્યાપિ બનાવવા માટે શ્રી જોરાવરસિંહજીનું ધુણી ધકાવીને બેઠા છે. ડો.મોનિકાબેન શાહે જણાવેલ કે શ્રી જોરાવરસિંહજી ના મારા પર હરહંમેશ આશીર્વાદ રહ્યા છે. તેમના કાર્યને મેં નજીક થી નિહાળ્યું છે, તેમનું સરળ, સાદુ, સાત્વિક, જીવન, “simple living high thinking” તેમનો જીવતમંત્ર કોઇપણ કલાકાર તેમના ઘરે આવે આનંદથી વધાવે સાંત્રીતિક ચર્ચા કરતાં કરતાં વચ્ચેથી બાને (તેમના પત્ની)ને બુમ પાડે અરે, સાંભળો છો. મોનિકાબેન આવ્યા છે ચા મુકજો, અને અને બા રસોડામાંથી દોડતા આવે. હું પગે-લાગું. તેઓ આશીર્વાદ આપે અને ચા પીવડાવે અને પછી જોરાવરસિંહ જુની કલા યોગદાનની વાતો સંભળાવે. તેમનું યોગદાન નોખું અને અનોખું છે. ૮૬ વર્ષના જોરાવરસિંહજી એ પોતાના જીવનના ૬૦ વર્ષ કલાને સમર્પિત કર્યા છે. અને ભારત સરકારે ,પદ્મશ્રી એવોર્ડથી નવાજીત કર્યા. વળી દિલ્હી સંગીત નાટક એકેડમી ના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા. તેમણે હતું ‘‘આ બધુ મને મળ્યું, પણ જે વર્ષમાં મારો જન્મ થયો અને જેની ઘરની ધૂળમાં ઉછરીને મોટો થયો તે વતન માટે શું?'' આ વિચાર શ્રી જોરાવરસિંહજીના મનમાં હોળાયા કરતો અને ગામના લોકોને શું ફાયદો થાય તે માટે ૬૦ વર્ષનું જે પ્રદાન, સંગ્રહ છે. સન્માન એવોર્ડ અને પોતાનો નિજી સંગ્રહ મુડી શકાય તે માટે એક મ્યુઝિયમ બનાવવું. અને ‘‘વિરાસત'' મ્યુઝિયમનું નામ આપ્યું વિશાલાવાળા શ્રી સુરેન્દ્રભાઇ પટેલે તેમની ડિઝાઇન બનાવી આપી. અને તેમના પુત્ર શ્રી નરેન્દ્રસિંહ, પુત્રવધુ અને પુત્રીઓનો ઉત્સાહ ભર્યો સાથ સાંપડયો અને ત્રણ વર્ષ બાદ આ મ્યુઝિયમ તૈયાર થયું. લોકકલાનું પ્રથમ ગ્રામીણ મ્યુઝિયમ બન્યું જેનું ઉદઘાટન મુખ્યપ્રધાન મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને દિલ્હી સંગીત નાટક એકેડમીના ચેરમેન સંધ્યાબેન પૂરેચા એ કર્યુ. મ્યુઝિયમમાં કલાકારોના કાર્યક્રમોની જીવના તસ્વીરો હડપ્પન સંસ્કૃતિ કાળના અને કચ્છના માટી કામોના કલાત્મક વાસણો, ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોના ચિત્રો, ફોટોગ્રાફસ, પ્રાચીનકાળ ના સિક્કાઓ, તાંબા અને અન્ય ધાતુના સેંકડો વાદ્યો, વાસણો, દીવા, ઘંટ, તલવારો, શંખો તથા જોરાવરસિંહજીના એવોર્ડ અને તેમણે લખેલ ૧૦૦ પુસ્તકોનો સમાવેશ કરેલ છે. આકસ ગામ, ધંધુકા તાલુકામાં આવેલ વિરાસત મયુઝિયમમાં હજારો લોકો મુલાકાત લે છે. ભારતીય સંસ્કૃતિનો ઝળહળતો સીતાર જોવા મળે છે. નવી યુવાપેઢી ને પ્રેરણાદાયી આ મ્યુઝીયમ જોવા જેવું છે. પ્રિય વાચક મિત્રો, કલાનો વારસો જાળવવાનો શ્રી જોરાવરસિંહજીનો સાર્થક પ્રયાસ અને અમૂલ્ય ફાળો ધન્યવાદને પાત્ર છે. હું તેને હ્રદયથી બિરદાવું છું.(૪૦.૨)
ડો.મોનિકા શાહ
શાષાીય અને ઉપશાષાીય સંગીતના ગાયીકા, આરાધના સંગીત એકેડમી, અમદાવાદ. Email:[email protected]
(Mo: ૯૮૯૮૦૬૯૩૫૦)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
