<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ઓમન મસ્‍કતમાં યોજાનાર ગુજરાતી સમાજના સુવર્ણજયંતિ મહોત્‍સવમાં ખીચડી કીંગ જગદીશ જેઠવા ભાગ લેશે

સાત્‍વિક ભોજન જેવા અન્‍નના પ્રચાર માટે દરિયાપાર જનાર પ્રથમ ભારતીય હશે

રાજકોટઃ વડોદરાઃ ઓમન મસ્‍કતમાં યોજાનાર ભવ્‍ય ગુજરતી સમાજના સુવર્ણ જયંતિ મહોત્‍સવમાં વડોદરાના ખીચડી કિંગ જગદીશ જેઠવા ભાગ લેશે.

મસ્‍કત ગુજરાતી સમાજ, ઘ ગુજરાતી વીંગ ઓફ ઇન્‍ડીન સોશિયલ કલબ ઓફ ઓમાનની સ્‍થાપનાની સુવર્ણ જયંતિની આગામી ફેબ્રુઆરી મહિનામા઼ મસ્‍કતમાં તા. ૭,૮,૧૩ અને ૧૪ ના રોજ ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી તથા ભારત અને ઓમાનના નામાંકિત મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આ પ્રસંગે મુળ સૌરાષ્‍ટ્રના પાટણવાવના અને હાલ વડોદરા રહેતા ભારતની પ્રાચીન સમયથી ખવાતી ખીચડીનો આજનો જંકફુડ સામે છેલ્લા દસ વર્ષથી પ્રચાર પ્રસાર કરતા શ્રી જગદીશ જેઠવાને આમંત્રણ મળ્‍યું છે. ર૦ ફેબ્રુઆરીએ મસ્‍કતમાં યોજાનાર જલારામ ભકત મંડળના ખીચડી કાર્યક્રમમાં હાજરી આપશે. અને ઓમાનમાં તે ભારતની ખીચડીનો પ્રચાર પ્રસાર કરશે.

ભારતમાંથી અનેક લોકો, સાધુ,સંતો, દરીયાપાર વીવીધ ધર્મના પ્રચાર અર્થે ગયા. પણ ખીચડી જેવા ભારતીયે પ્રાચીન સાત્‍વિક ભોજન જેવા અન્‍નના પ્રચાર માટે દરીયાપાર જનાર જગદીશભાઇ જેઠવા પ્રથમ ભારતીય હશે.

એકવાર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની પ્રાચીન ફુડ શૈલીનો જો વિદેશમાં પ્રચાર કરવામાં આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે. આ વાકયને સાચું પાડવાનો સમય આવી ગયો.

જગદીશભાઇ ત્‍યાં જઇને કહેશે કે ખીચડીએ એક સનાતન ગ્‍લોબલ ફુડ છે. અને તેને સ્‍વીકારવું પડશે. આ આમંત્રણથી ખીચડી પ્રેમીઓમાં પણ આનંદની લાગણી થઇ છે. સંપર્ક : ૯૦૯૯૯ ૯ર૭૦ છે.

(12:06 PM IST)