News of Monday, 20th January 2025
સુરતના માંડવીના તડકેશ્વર ગામે વહેલી સવારે બેકરી અને ડ્રાયફ્રુટની દુકાનોમાં આગ ભભૂકી: સામાન બળીને ખાખ
બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો

સુરત જિલ્લામાં માંડવી તાલુકાના તડકેશ્વર ગામે વહેલી સવારે આગની ઘટના બની હતી. બે દુકાનોમાં આગ લાગી હતી બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી પરંતુ દુકાનમાં આગને પગલે દુકાનોમાં રહેલો સમાન બળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં માંડવી તાલુકાના તડકેશ્વર ગામે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ બે દુકાનોમાં આગ લાગી હતી. બેકરી અને ડ્રાયફ્રુટની દુકાનમાં આગ લાગી હતી. આગ પ્રસરી જતાં બંને દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ હતી. બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. વધુમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે દુકાનમાં રહેલો સમાન બળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
