News of Monday, 20th January 2025
ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત ૮૦મા આવર્તનની ક્ષેત્રિય મોજણીની શરૂઆત : "ઘરઘથ્થું સામાજીક વપરાશઃ આરોગ્ય” વિષય માટે માહિતી એકત્રિત કરવાની કામગીરી
આ કાર્ય માટે જ્યારે પણ સરકારના ઉપર દર્શાવેલ પ્રતિનિધિઓ તેમના ઘરની મુલાકાતે આવે ત્યારે પૂરતો સહકાર આપવા અનુરોધ

રાજકોટ તા.૨૦ : ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત ૮૦મા આવર્તનની ક્ષેત્રિય મોજણી (જાન્યુઆરી - ૨૦૨૫ થી ડિસેમ્બર – ૨૦૨૫) શરૂ થયેલ છે. આ મોજણી અંતર્ગત "ઘરઘથ્થું સામાજીક વપરાશઃ આરોગ્ય” વિષય માટે માહિતી એકત્રિત કરવાની છે. આ મોજણીમાં રાજ્ય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પધ્ધતિ મુજબ પસંદ થયેલ ગામ તથા શહેરના વિસ્તારોની મુલાકાત લઇ ઘરે ઘરે જઇ નિયત થયેલ પત્રકમાં વિગતવાર માહિતી મેળવવામાં આવશે.
આ કામગીરી રાષ્ટ્રીય કક્ષાની હોઇ તથા મોજણીમાં મેળવવામાં આવનાર માહિતીનો ઉપયોગ નીતિ ઘડતર માટે તથા યોજનાકીય બાબતો માટે થનાર હોઇ, તમામ નાગરિકોને આ કાર્ય માટે જ્યારે પણ સરકારના ઉપર દર્શાવેલ પ્રતિનિધિઓ તેમના ઘરની મુલાકાતે આવે ત્યારે પૂરતો સહકાર આપવા અનુરોધ કરાયો છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
