<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

સ્વ રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્યપ્રાણીઓના હુમલાઓ સામે કેમ નહિ:દિલીપ સંઘાણીનું સૂચક નિવેદન

તેમણે વન્ય પ્રાણીઓના હુમલા સામે રક્ષણ માટે હથિયારના પરવાના આપવા જોઇએ: વન્ય સંપદા શા માટે નષ્ટ થઈ તેની પણ તપાસ કરવાની સંઘાણીએ માગ કરી

અમદાવાદ :ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીનું હિંસક પ્રાણીઓ સામે સ્વરક્ષણ મામલે નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ હિંસક પ્રાણીઓ સામે સ્વરક્ષણ માટે હથિયારની માગ કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે બૃહદ ગીરના રેવન્યુ વિસ્તારમાં નાગરિકને હથિયારના પરવાના આપવા જોઇએ.

  દિલીપ સંઘાણીએ કહ્યું કાયદામાં સ્વરક્ષણ માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારી શકે છે. ત્યારે વન્ય પ્રાણીઓના હુમલા સામે રક્ષણ માટે હથિયારના પરવાના આપવા જોઇએ. આ ઉપરાંત વન્ય સંપદા શા માટે નષ્ટ થઈ તેની પણ તપાસ કરવાની સંઘાણીએ માગ કરી હતી

તેઓએ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરના બૃહદ વિસ્તાર માટે માંગ કરી છે. તેઓએ વધુમાં કહ્યું હતુંકે કાયદામાં જોગવાઈ છે કે સ્વ રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્યપ્રાણીઓના હુમલાઓ સામે કેમ નહિ. રેવન્યુ વિસ્તારોમાં ખેડૂતો, મજૂરો, નાના મોટા ઉદ્યોગકારોને સ્વ રક્ષણ માટે હથિયાર આપવું જોઈએ.

આવા વિસ્તારોમાં છાશવારે દિપડા, સિંહ સહિતના પ્રાણીઓ આવી જતા હોય છે. જેમાં ઘણીવાર પાલતુ પશુઓ સહિત ખેડૂતો અને નાના મજૂરોને હાલાકી વેઠવાની વારી આવતી હોય છે. તથા આવી ઘટનાઓમાં લોકોના મોત નિપજવાની ઘટના પણ સામે આવી છે

(1:31 PM IST)