<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ગુજરાત ટાઇટન્‍સ દ્વારા જૂનાગઢમાં જૂનીયર ટાઇટન્‍સની બીજી સિઝનનો કરાયો પ્રારંભ

૨૦ સ્‍કૂલના ૧૦૫૦ બાળકો જોડાયાઃ આગામી ઇવેન્‍ટ ભાવનગરમાં

રાજકોટ : ગુજરાત ટાઇટન્‍સે આજે જૂનાગઢમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ ખાતે જુનિયર ટાઇટન્‍સની બીજી સિઝનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત ટાઇટન્‍સની પહેલ જુનિયર ટાઇટન્‍સ એ ‘‘લોટસ સ્‍પોર્ટ આઉટ '' થીમ સાથે ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્‍પોર્ટ્‍સ માટે પે્રમ જગાવવા માટે સમર્પિત છે.  ૧૫ ખાનગી અને પાંચ સરકારી સ્‍કૂલો સહિત સમગ્ર શહેરની ૨૦ સ્‍કૂલો તરફથી ૧,૦૫૦થી વધુ બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગુજરાત ટાઇટન્‍સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે ે જુનિયર ટાઇટન્‍સનો ઉદ્દેશ રજુકરેલ. બાળકોએ રસપ્રદ વોર્મ અપ એક્‍ટિવિટી, LALIGA માસ્‍ટરક્‍લાસ, ગુજરાત ટાઇટન્‍સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને ફન ક્‍વિઝ સમાવિષ્ટ હતી. તેમણે ફિટનેસ એક્‍સરસાઇઝ, ફેસિંગ ધ બોલિંગ મશીન, હીટિંગ ધ  સ્‍ટમ્‍પ્‍સ, બોલિંગ અને પેનલ્‍ટી કિક જેવી રોમાંચક ચેલેન્‍જીસમાં પણ ભાગ લીધો હતો. જુનિયર ટાઇટન્‍સ ગુજરાતના શહેરોમાં દર શનિવારે યોજવામાં આવશે. આ ઇવેન્‍ટ્‍સ ભાવનગર(૨૫ જાન્‍યુઆરી), ભરૂચ (૧ ફેબ્રુઆરી), પાલનપુર (૮ ફેબ્રુઆરી) અને અમદાવાદ (૧૫ ફેબ્રુઆરી)ના રોજ યોજાશે.(

(3:27 PM IST)