<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

તા.ર૩ થી રપ પવન સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે

વધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા.ર૧ થી ર૭ જાન્‍યુઆરી સુધીની આગાહીઃ ગુરૂ થી શનિ પવનનું જોર પણ રહેશેઃ મંગળ, બુધ, ગુરૂથી શનિ પવનનું જોર પણ રહેશેઃ મંગળ, બુધ ન્‍યુનતમ તાપમાન સામાન્‍ય ઘટશેઃ નોર્મલ લઘુતમ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી ગણાય

રાજકોટઃ આ અઠવાડીયે તા.ર૩ થી રપ જાન્‍યુઆરી સિવાય ઠંડીનો કોઇ મોટો રાઉન્‍ડ નથી. પવનની દિશા પણ ફરતી રહેશે. ગુરૂ થી શનિ પવનના જોર વચ્‍ચે ગુલાબી ઠંડીનો અહેસાથ થશે તેમ વેધરએનાલીસ્‍ટશ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ગત આપેલ આગાહી મુજબ તા.૧૮ થી ર૦ ઠંડી ગાયબ થઇ જશે તે અનુસંધાને ગઇકાલે બપોરે અને આજે સવારે સમગ્ર ગુજરાતભરમાં નોર્મલથી ૩ થી પ ડીગ્રી વધુ નોંધાયા હતાં. જેમકે અમદાવાદ ૧૭, વડોદરા ૧૭.૬, ડીસા ૧૬.૧, આ બધા નોર્મલથી પ ડીગ્રી ઉંચા હતાં. તેવીજ રીતે ભુજ ૧૩.૬, રાજકોટ ૧પ.ર, અમરેલી ૧પ.૪ આ બધા નોર્મલથી ૩ ડીગ્રી ઉંચા હતાં.

વેધરએનાલીસ્‍ટશ્રી અશોકભાઇ પટેલે તા.ર૧ થી ર૭ જાન્‍યુઆરી સુધીજ આગાહી કરતા જણાવેલ કે આગાહી સમય દરમ્‍યાન પવનની દિશા મુખ્‍યત્‍વે ઉતર પヘમિ, ઉતર અને ઉતર પુર્વ દિશા માંથી ફુંકાશે. તા.ર૧,રરના પવનની ગતી ૧૦ થી ૧પ કિ.મી.ની રહેશે. તા.ર૩ થી રપ દરમ્‍યાન ૧ર થી રપ કિ.મી. પવનની ઝડપ રહેશે. તા.ર૬, ર૭ના ફરી ૧૦ થી ૧પ કિ.મી.ની ગતીએ પવન ફુંકાશે.

આકાશ મુખ્‍યત્‍વે ચોખ્‍ખુ વાતાવરણ રહેશે. કયારેક પરચુરણ વાદળાઓ જોવા મળે, હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારોમાં નોર્મલ ન્‍યુનતમ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી ગણાય.

તા.ર૧, રરના ન્‍યુનતમમાં એક-બે ડીગ્રીનો સામાન્‍ય ઘટાડો થશે જેની રેન્‍જ ૧૩ થી ૧૬ વચ્‍ચેની રહેશે.

તા.ર૩ થી ર૭ દરમ્‍યાન ખાસ કરીને તા. ર૩ થી રપના તાપમાન વધુ એક-બે ડીગ્રી ઘટશે. જેથી અપેક્ષીત તાપમાનની રેન્‍જ ૧ર થી ૧૪ ડીગ્રી વચ્‍ચે રહેશે. જેથી કરી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.

(5:01 PM IST)