<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ : 20 ફેબુઆરીએ બજેટ થશે રજૂ

આગામી 19 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું ત્રીજુ બજેટસત્ર મળશે

ગાંધીનગર :19 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું ત્રીજુ બજેટસત્ર મળશે. 20 ફેબુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ થશે.

 

બજેટ રજૂ થયા બાદ બજેટ સત્રમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે અને વિકાસના નવા રસ્તાઓ પર વિચાર કરવામાં આવશે.

 

વિધાનસભામાં બજેટ સત્ર ખુબ મહત્વપૂર્ણ હોય છે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટ પર સમગ્ર રાજ્યની નજર રહેતી હોય છે. બજેટમાં સરકાર જનતાને રાહત મળે તે માટે કઈ-કઈ જાહેરાત કરે તે જાણવા માટે લોકો આતૂર હોય છે.
છેલ્લા વર્ષમાં રાજ્ય સરકારે 3.32 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. તે બજેટ, જેને “દ્રઢ વિકાસ અને ભવિષ્યના સંકલ્પ” તરીકે ઓળખવામાં આવ્યું હતું, એ મુખ્યત્વે કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત હતું. વિવિધ યોજનાઓના અમલથી રાજ્યના નાગરિકોને ખાસ લાભ મળ્યો હતો.

કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. 

(7:07 PM IST)