<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

મોડાસામાં ભારતીય વાયુસેનાના ઉપક્રમે ઈન્ડક્શન પ્રચાર અભિયાન

સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે 22 જાન્યુઆરીના રોજ ઈન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહન ક્વાયતનું આયોજન

અમદાવાદ : ભારતીય વાયુસેનાના ઉપક્રમે ઈન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. આ પ્રચાર અભિયાન અંતર્ગત મોડાસા સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે 22 જાન્યુઆરીના રોજ ઈન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહન ક્વાયતનું આયોજન કરાશે. 

   કોલેજના વિદ્યાર્થીઓમાં ભારતીય વાયુસેનામાં ઉપલબ્ધ કારકીર્દીની તકો વિશે જાગૃતિ આવે તે હેતુસર આ ક્વાયતનું આયોજન કરાયુ છે. IPEV ક્વાયતમાં ખાસ ડિઝાઈન કરાયેલુ પ્રદર્શન વાહન મુકાશે. જેમાં વાયુસેનામાં ફ્લાઈંગ, ટેકનિકલ, ગ્રાઉન્ડ અને વહીવટી શાખાઓમાં તકો સહિતના કારકીર્દીના વિકલ્પોને લગતા ઈન્ટરેક્ટીવ ડિસ્પ્લે, વિડીયો અને પ્રેઝન્ટેશન પ્રદર્શિત કરાશે. આ કાર્યક્રમ મારફત વિદ્યાર્થીઓ ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધા જોડાઈ શકશે. અધિકારીઓ વાયુસેનામાં ભરતી પ્રક્રિયા, તાલીમ અને કારકીર્દી પ્રગતિ વિશે વિદ્યાર્થીઓને સીધી જ માહિતી પુરી પાડશે. આ કાર્યક્રમમાં તમામ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

   દાહોદ ખાતે પણ વાયુસેનના ઉપક્રમે 18 થી 20 જાન્યુઆરી દરમિયાન ઈન્ડક્શન પ્રચાર વાહન પ્રદર્શન ક્વાયત આયોજીત કરાઈ હતી. આ ક્વાયતનો 6 જાન્યુઆરીના રોજ દિલ્હીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ પ્રદર્શન વાહન વડોદરા સુધી સફર ખેડીને સીધા વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે. આ ક્વાયત દરમિયાન ફ્લાઈંગ સિમ્યુલેટર, ટચ સ્ક્રીન કિઓસ્ક, વર્ચ્યુલ રિયાલીટી સાધનો, વિમાનના મિનિએચર મોડલો , એલઈડી ડિસ્પ્લે વગેરે જેવા આકર્ષક ઝોનથી સજ્જ ઈન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન મુકવામાં આવ્યુ હતું.

(7:07 PM IST)