<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

સમૂહ લગ્નોત્સવમાં પ્રાચીન સંસ્કૃતિ જીવંત રાખવા નાડોદા રાજપૂત સમાજની અનોખી પહેલ

નાડોદા રાજપૂત સમાજનો 43મો સમૂહ લગ્નોત્સવ પાટણના શંખેશ્વરના મોટી ચંદુર ગામે યોજાયો હતો. જેમાં જૂના અને પ્રાચીન જમાનાના સાધનોનું પ્રદર્શની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

 અમદાવાદ :નાડોદા રાજપૂત સમાજનો 43મો સમૂહ લગ્નોત્સવ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામે 19 જાન્યુઆરીના રોજ યોજાયો હતો. જેમાં જૂના અને પ્રાચીન જમાનાના સાધનોનું પ્રદર્શની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

ભારત ખેતી પ્રધાન દેશ છે તે વાત બધાને ખ્યાલ છે. જોકે હવે આજના આધુનિક અને મોર્ડનના નામે યુવાઓ ખેતીથી દૂર થઇ રહ્યા છે. ખેતી કરવાની વાત તો દૂર તેમની ખેતીમાં વપરાતા સાધનોની નામ જ ખબર નહીં હોય

  આજના સમયમાં બાળકો મોબાઇલ, ટીવી અને ટેકનોલોજીમાં જ રચ્યાપચ્યા રહેશે. તે પોતાની જૂની સંસ્કૃતિ ભૂલતા જાય છે. આ બધાની વચ્ચે નાડોદા રાજપૂત સમાજે સમૂહ લગ્નમાં આયોજકોએ એક અનોખી પહેલી કરી હતી. જેની ઘણી ચર્ચા થઇ રહી છે

નાડોદા રાજપૂત સમાજનો 43મો સમૂહ લગ્નોત્સવ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામે 19 જાન્યુઆરીના રોજ યોજાયો હતો. જેમાં 32 નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા

આ દરમિયાન એક પ્રદર્શની મુકવામાં આવ્યું હતું. જેમાં જૂના જમાનામાં ખેતીના ઓજારો કેવા હતા તે અહીં મુક્યા હતા અને તેના વિશે એક રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ પ્રદર્શની ઘણું આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું

આજના બાળકો કે યુવાનોને આ સાધનો જોયા પણ નહીં હોય અને તેને શું કહેવાય તે વિશે કશુંજ ખબર નહીં હોય. બાળકો અને યુવાનો પોતાની જૂની સંસ્કૃતિ અને સમયગાળાને યાદ કરે અને પોતાની માટી સાથે જોડાયેલા રહે તે માટે આ આયોજન કરાયું હતું.

સમાજના યુવાનો દ્વારા સમાજના વીર સપૂત કરમશી રથવીમા યાદમાં રક્તદાન કેમ્પ પણ યોજ્યો હતા. જેમાં 280 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ સિવાય વઢીયારના ઐતિહાસિક લોટેશ્વર મહાદેવના ગંગવા કુંડની પ્રતિકૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી

આજના જમાનાના લોકોને તિજોરી કે કબાટની ખબર હશે પણ પટારા વિશે ભાગ્યે જ જાણતા હશે. પિટારો એક સમયે જાહોજલાલીનું પ્રતિક હતું. પટારામાં કિંમતી વસ્તુઓ સાથે સામાન મુકવામાં આવતો હતો

આજે બધા તૈયાર લોટ કે ઘરઘંટીથી દળેલો લોટ ખાય છે. જૂના જમાનામાં ઘંટી, ઘંટાલો દ્વારા ઘઉં કે બાજરી જાતે દળતા હતા. રસોડામાં વપરાતી કેટલી જૂની વસ્તુઓ પણ જોવા મળે છે.

 

ખેતીમાં આજે ટ્રેક્ટર આવી ગયા છે. જોકે એકસમયે ગાડાની બોલબાલા હતી. ખેતરમાંથી બધો જ સામાન બળદગાડા દ્વારા લાવવામાં આવતો હતો.

(7:41 PM IST)