<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને હોસ્પિટલ લઇ જાવ્યો :ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહેલા રિકન્સ્ટ્રકશનથી કૌભાંડના અનેક રાજ ખુલી શકે

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ મામલે હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ કરાયા બાદ હાલ તે રિમાન્ડ પર છે. ક્રાઈમ બ્રાન્ચ આજે કાર્તિક પટેલને લઈને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચી હતી. હોસ્પિટલમાંથી જરૂરી દસ્તાવેજો સહિતના પુરાવા ટીમ દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ સાથે આરોપીએ આચરેલા કૌભાંડને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અહીં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહેલા રિકન્સ્ટ્રકશનથી કૌભાંડના અનેક રાજ ખુલી શકે છે.

 

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખ્યાતી હોસ્પિટલમાં થયેલા કૌભાંડમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કાર્તિકનાં રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથેના કનેક્શન અંગે તપાસ પણ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલમાં ખોટ બતાવવામાં આવી છે તેના અંગે પણ તપાસ થશે.

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, હવે કાર્તિક પટેલ આખા કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાની કડી મળી રહી છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારથી ચિરાગ રાજપૂતે તેને હોસ્પિટલના બિઝનેસમાં કઈ રીતે રોકડી થઈ શકે અને કઈ રીતે બીજા બિઝનેસ સેટલ થઈ શકે તે લોલીપોપ આપી ત્યારથી ચિરાગ, કાર્તિક પટેલ અને રાહુલ જૈન દરેક બાબતથી માહિતગાર હતા.

 

ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસતો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. રવિવારે (19/01/2025)એ પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

(7:59 PM IST)