<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 1200 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 17 યાર્ડમાં શું રહ્યા ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 10,803.10 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 10,803.10 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહેસાણા માર્કેટ યાર્ડમા 1200 રૂપિયા બોલાયો હતો. ગોંડલ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 471 રૂ. અને નીચો ભાવ 141 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમદાવાદમાં 640 રૂ., બીલીમોરામાં 600 રૂ., ભાવનગરમાં 514 રૂ., મહુવામાં 507 રૂ., ભુજમાં 500 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 10,803.10 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:42 PM IST)