News of Monday, 20th January 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ 1356 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 27 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 27 માર્કેટ યાર્ડમાં કુલ 1,610 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 27 માર્કેટ યાર્ડમાં કુલ 1,610 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ બાયડ માર્કેટ યાર્ડમા 1356 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1260 રૂ. અને નીચો ભાવ 970 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય તલોદમાં 1355 રૂ., વ્યારામાં 1340 રૂ., કાલાવડમાં 1225 રૂ., ગોંડલમાં 1211 રૂ., હળવદમાં 1202 રૂ., ભીલોડામાં 1200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,610 ટન મગફળીની આવક થઇ છે.


(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
