<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ઉનાવામાં 1535 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 50 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 4,852.94 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 4,852.94 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ઉનાવા માર્કેટ યાર્ડમા 1535 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1520 રૂ. અને નીચો ભાવ 1325 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1530 રૂ., બાબરામાં 1525 રૂ., મોરબીમાં 1521 રૂ., અમરેલીમાં 1520 રૂ., ગોંડલમાં 1496 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,852.94 ટન કપાસની આવક થઇ છે.

(9:43 PM IST)