<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવા પારસી ટેકરા દેડીયાપાડાના સ્થાનિકો આવેદન આપ્યું

આખા પારસી ટેકરાના બોર/કૂવાઓનું પાણી પીવા લાયક તેમજ ઘર વપરાશને યોગ્ય રહયું નથી. પાણી ગંદુ, કલરવાળું તેમજ વાસ મારતું આવતા રોગચાળાનો ખતરો: પ્રાંત અધિકારી ,ટીડીઓ સહિતના અધિકારીઓને આવેદન આપી રજૂઆત કરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાના પારસી ટેકરામાં ગટરના ગંદા પાણીના નિકાલ માટે સ્થાનિક રહીશોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે
   રજૂઆતમાં જણાવ્યા મુજબ પારસી ટેકરા દેડીયાપાડાના રહેવાસીઓની રજૂઆત મુજબ આખા દેડીયાપાડા ગામની ગટરલાઈનના ગંદા પાણીના નિકાલ માટેનો શોષખાડો પારસી ટેકરાની ૧૫૦ મીટરની અંદર બનાવવામાં આવેલ છે.જેમાંથી આખા ગામનું ગંદુ પાણી નદીમાં જાય છે. જેને કારણે આ પાણી જમીનમાં ઉતરવાના કારણે આખા પારસી ટેકરાના બોર/કૂવાઓનું પાણી પીવાલાયક તેમજ થર વપરાશને યોગ્ય રહયું નથી. પાણી ગંદુ, કલરવાળું તેમજ વાસ મારતું આવે છે.જેને કારણે આખા વિસ્તારમાં પાણીજન્ય રોગો જેવા કે, કોલેરા, મેલેરીયા તેમજ ચામડીના રોગો થવાની શક્યતા રહેલ છે.
   આ બાબતે અમો એ અગાઉ પણ રજૂઆત કરેલ હતી. પરંતુ આ બાબતને ધ્યાને લઈ નિકાલ કરવામાં આવેલ નથી. કારણ કે આ બાબતે હાલ પણ બંગલા ફળીયું દેડીયાપાડાના રહેવાસી રાજેશભાઈ નરસિંહભાઈ તડવી, નવલભાઈ કરમાભાઈ વસાવા, જિજ્ઞેશભાઈ સુમનભાઈ વસાવા આ ત્રણેય વ્યકિતઓ આ બાબતનો નિકાલ કરવા બાબતે વિરોધ દર્શાવે છે.જે બાબત એમને કોઈપણ રીતે સ્પર્શતી નથી.કારણ કે તેઓ પારસી ટેકરા વિસ્તારના રહેવાસી પણ નથી.જો આ બાબતે પારસી ટેકરા વિસ્તારના લોકોના આરોગ્ય પર કોઈપણ જાતની અસર થશે તેની સંપૂર્ણ જવાબદારી આ ત્રણેય વ્યકિતઓની રહેશે.આ વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરી આ બાબતે અમોને યોગ્ય ન્યાય આપવા આપ રજૂઆત ક્રવમાવાવી છે.

(10:04 PM IST)