News of Monday, 20th January 2025
"એક પેડ મા કે નામ" અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા ખાતે સમિતિની રચના અને નિમણૂક કરાઈ
નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે જયપાલસિંહ માત્રોજાને સુકાન સોંપાયું

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : પર્યાવરણ અને વન જળવાયું પરિવર્તન પરિષદ ભારત અને ગુજરાત રાજ્ય સંઘ પ્રદેશ દિવ દમણ, દાદર નગર હવેલી "એક પેડ મા કે નામ" અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં સાગબારા અને ડેડીયાપાડા ખાતે સમિતિની રચના અને નિમણૂક કરવામાં આવી જેમાં સાગબારા તાલુકા ખાતે પ્રમુખ તરીકે અતુલભાઇ વસાવા ગામ પાટી , નાદોદ તાલુકા પ્રમુખ માં ગોવિંદભાઈ વસાવા ગામ નાની ચીખલી, ડેડીયાપાડા ખાતે અશ્વિનભાઈ વસાવા ગામ કંકાલા નાઓ ની કરાઈ છે.
જ્યારે નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે જયપાલસિંહ માત્રોજા ને સુકાન સોંપાયું છે. આ સંસ્થા દ્વારા એક પેડ મા કે નામ દ્વારા જિલ્લાની કામગીરી દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી એમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે વંદનાબેન પાડવી ને જળ પર્યાવરણ અને જલ ગ્રામ્ય સમિતિની રચના કરીને પ્રેસિડેન્ટ તરીકે નિમાયા હતા જ્યારે જયપાલ સિંહ મત્રોજા દ્વારા નિમણૂક સાથે સાગબારા ડેડીયાપાડા અને નાદોદ મંડલ દ્વારા તાલુકા અને ગ્રામ્ય સમિતિની રચના કરવામાં આવી હતી.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
