News of Monday, 20th January 2025
નેત્રંગ વન વિભાગે ખેર ના લાકડાનો રૂ.૪,૫૦ લાખના મુદ્દામાલ સાથે રૂ.૧૦ લાખની ટ્રક કબ્જે કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નેત્રંગ વનવિભાગના આરએફઓ એમ.એફ દિવાન અને વનકમીઁઓ દ્વારા જંગલ વિસ્તારમાં થતું નુકસાન અટકાવવા રાત-દિવસ નાઇટ પેટ્રોલિંગ અને ફેરણું કરવામાં આવે છે.જેમાં આરએફઓ ને રાજકોટ પાસિંગની ટ્રકમાં ગેરકાયદેસર ખેરના લાકડાના જથ્થાની હેરાફેરી થવાની બાતમી મળતા છેલ્લા ત્રણ દિવસથી વન વિભાગની ટીમ રાત-દિવસ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. બાતમીના આધારે આ ટ્રક પસાર થતાં નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ મોરીયાણા નસઁરી પાસેથી ટ્રકને પકડી પાડી હતી.જેમાં ખેરના લાકડાનો જથ્થો ૦૯ ટન જેની કિંમત ૪,૫૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે રૂ.૧૦ લાખની ટ્રક કબ્જે કરી નેત્રંગ વન વિભાગમાં લઈ જવામાં આવી હતી.જ્યારે અંધકારનો લાભ ઉઠાવી ડ્રાઇવર-કંડક્ટર ટ્રક મુકીને ફરાર થઈ ગયા હતા.વન વિભાગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
