News of Monday, 20th January 2025
લગ્નનો ખર્ચ આપીને તારા ઘરે જજે, તેવું સાસુએ કહેતા પુત્રવધૂએ ઝેરી દવા ગટગટાવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાના ટેકરા ફળીયા વિસ્તારમાં સાસુ અને પુત્રવધને નજીવી બાબતે બોલચાલ થતા સાસુ એ કહેલ વાત મનમાં લાગી આવતા પુત્રવધૂએ ઝેરી દવા પી લીધી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર સોનલબેન W/O રાકેશભાઇ મધુભાઇ વસાવા (ઉ.વ.૧૯)( રહે.ટેકરા ફળીયા રાજપીપળા) નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ તેમણે પોતાની સાસુ શાંતાબેન મધુભાઇ વસાવા નાઓને પોતાના ઘરે બિતાડા ગામે જાઉં છું તેમ કહેતા તેમની સાસુએ કહેલ કે, લગનનો ખર્ચો આપીને તારા ઘરે જજે તેમ કહેતા ભોગ બનનારને મનમાં લાગી આવતા પોતાની જાતે ઘરના ધાબા ઉપર જઇને તુવેરમાં છાંટવાની ઝેરી દવા એકાદ ઘૂંટ પી ગયેલ હોય રાજપીપળા પોલીસે આ માટે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
