<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

પલસાણા તાલુકામાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ : પોલીસે ગણતરીની કલાકોમાં નરાધમને ઝડપી લીધો

સુરત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી : સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને ઉચકીને પોતાની સાથે લઇ જતો નજરે ચઢ્યો

સુરત જિલ્લામાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી સાડા ચાર વર્ષની બાળકીને એક ઇસમ પોતાની સાથે લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતા રડતા ઘરે આવી હતી અને તેના ગુપ્તાંગ માંથી લોહી નીકળી રહ્યું હતું. આ ઘટનામાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટના બની હતી કે જ્યાં એક પરિવારની સાડા ચાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી.

આ દરમિયાન ત્યાં એક શખ્શ આવ્યો હતો અને બાળકીને રમાડવાના બહાને ઉચકીને પોતાને સાથે લઈ ગયો હતો અને બાળકી ઉપર નરાધમ ઈસમે દુષ્કર્મ આચર્યું હતું. અંદાજિત એકાદ કલાક બાદ બાળકી રડતા રડતા પોતાના ઘરે પહોંચી હતી અને બાળકીના ગુપ્તાહમાંથી લોહી નીકળી રહ્યું હતું

આ બનાવની જાણ થતા સુરત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને ઉચકીને પોતાની સાથે લઇ જતો નજરે ચઢ્યો હતો. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ રાજુ સીરસાટ છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(12:07 AM IST)