<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ખાંડ કડવી બનીઃ કવીન્‍ટલે ૬૦ રૂા. વધ્‍યા

કેન્‍દ્ર સરકારે ૧૦ લાખ ટન ખાંડની એકસપોર્ટની છુટ આપતા આજે કવીન્‍ટલે ૩૦ રૂાનો ઉછાળોઃ હજુ પણ ભાવો વધવાની શકયતા

રાજકોટ તા.૨૧: કેન્‍દ્ર સરકારે ૧૦ લાખ ટન ખાંડની એકસપોર્ટની છુટ આપતા ખાંડના ભાવમાં ઉછાળો થતા મોંઘવારીમાં પિસાતી પ્રજા માટે ખાંડ કડવી બની છે.

કેન્‍દ્ર સરકારે ખાંડની એકસપોર્ટની છુટ આપતા ખાંડમાં કવીન્‍ટલે (૧૦૦ કિલો)એ આજે ૩૦રૂા.નો ઉછાળો થયો છે. છેલ્લા ૧૫દિ'માં ખાંડમાં કવીન્‍ટલે ૬૦ રૂાનો ભાવવધારો થયો છે. ખાંડ ઝીણી એક કવીન્‍ટલના ભાવ ૪૦૧૦થી ૪૦૭૦ રૂા. હતા તે વધીને ૪૦૪૦ થી ૪૧૦૦ રૂા. અને ખાં જાડીના ભાવ ૪૧૧૦ થી ૪૧૯૦ રૂા. હતા તે વધીને ૪૧૪૦ની ૪૨૨૦ રૂાની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. છુટકમાં ખાંડ ઝીણી એક કિલોના ભાવ વધીને ૪૪રૂા અને ખાંડ જાડી એક કિલોના ભાવ વધીને ૪૫ રૂા થયા છે. છુટકમાં કિલોએ ૫૦ થી ૭૫ પૈસાનો ભાવવધારો થયો છે. ચાલુ વર્ષે ખાંડનું ઉત્‍પાદન ઓછુ થવાની શકયતા અને કેન્‍દ્ર સરકારે ખાંડની એકસપોર્ટની છુટ આપતા આગામી દિવસોમાં હજુ પણ ખાંડના ભાવો વધશે. તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.

(2:18 PM IST)