તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
વલ્લભીપુર-સોનગઢ રસ્તો રીપેર કરવાની ડો. ગિરીશ શાહની સફળ રજૂઆત
સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટીએ રાજય સરકારમાં રજૂઆત કરી'તી

રાજકોટ તા. ર૧: વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ દ્વારા ગુજરાત સરકારશ્રીને વલ્લભીપુરથી સોનગઢ જવાનાં રસ્તાને રીપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જે રજુઆતને અનુસંધાને સરકારશ્રી દ્વારા વલ્લભીપુરથી સોનગઢ જવાના રસ્તાને રીપેર કરવામાં આવી રહ્યો છે. જે બદલ ડો. ગિરીશ શાહે ગુજરાત સરકારશ્રીનો આભાર માન્યો હતો. વલ્લભીપુર સોનગઢ જવાનો ટુંકો રસ્તો જે ૧ર વર્ષથી બિસ્માર હાલતમાં હતો અને રિપેર કરવામાં આવેલ ન હતો. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહને આ બાબત ધ્યાન ઉપર આવતા તેઓએ ગુજરાત સરકારશ્રીમાં રસ્તાને રીપેર કરવા માટે રજૂઆત કરેલ હતી. તેમના પ્રયત્નોથી ગુજરાત સરકારશ્રી દ્વારા રૂપિયા ૪૦ કરોડના ખર્ચે રસ્તાઓ વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ રસ્તો રીપેર થવાથી જૈન સાધુ-સાધ્વીજીઓને વિહાર કરવામાં મુશ્કેલી નહીં પડે.
તેમજ અન્ય રસ્તા તળેટીથી રોહિશાલા, હસ્તગીરી અને આદપરના પણ પ્રોજેકટ ફાઇનલ થઇ ગયા છે. નજીકના દિવસોમાં મંજૂરી પણ આવી જશે. રસ્તા બાબતે જલ્દીથી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને ઝડપથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે સાથે પાલિતાણાના તમામ સ્ટેટ હાઇવે જયાં ઉખડબાખડ છે તે તમામ રસ્તાને બનાવવાના/સરફ્રેસ કરવાના વર્ક ઓર્ડર અપાઇ ચૂકયા છે અને બધાજ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા છ ે અને જલ્દીથી રસ્તા રિસરફ્રેસ કરવામાં આવશે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય ડો. ગિરીશ શાહે ગુજરાત સરકારશ્રીનો વલ્લભીપુરથી સોનગઢ જવાના રસ્તાને રીપેર કરવાની કામગીરી શરૂ કરવા બદલ આભાર માન્યો છે. (૭.રપ)
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
