તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
જશગાથા ગ્રંથનું વિમોચનઃ જશુભાઇ શાહનું અભિવાદન

અમદાવાદ (કેતન ખત્રી દ્વારા) : સુભાષ બ્રીજ પાસે આવેલા બત્રીસી જૈન ભવન માં જશુભાઇ (મહેન્દ્રભાઈ) રતિલાલ શાહ નો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ‘જશગાથા' ગ્રંથ નું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જશુભાઈ એટલે સમયનું દાન આપનાર મોટા દાનવીર અને જૈન બત્રીસી સમાજની કામગીરી માટે ૪૫૦૦૦ કલાક થી વધુ સમય આપેલ સમાજના કામ માટે શીયાળાની રાત્રે પણ સ્કુટર ઉપર જતાં હતાં મહેન્દ્રભાઈ સમાજનાં દરેક કાર્યમાં હંમેશા હાજર રહે છે. તેમને બત્રીસી સમાજના ભોમિયા પણ કહે છે તેમ કલ્પેશભાઈ વનમાળીદાસ શાહે સંબોધનમાં જણાવ્યું હતું.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
