<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ગાંધીનગર પંથકમાં ખનિજ માફિયા સામે કલેકટર મેહુલ દવેનો જંગઃ ૩૦૦ કેસ ૨.૯૩ કરોડની વસુલાત

ગાંધીનગર તા. ર૧ :.. કલેક્‍ટરશ્રી,  શ્રી મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્‍તરશાષાી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્‍તરશાષાી ની કચેરી, ભુસ્‍તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્‍યાન ક્ષેત્રીય ટીમ દ્વારા સતત અલગ-અલગ વિસ્‍તારોમાં રાત્રિ-દિવસના સમયે આસ્‍મિક ચેકીંગની કામગીરી હાથ ધરી ખનિજના બિનઅધિકળત વહનના ૨૨૮ કેસો, ખનન ના ૩૯ કેસો અને સંગ્રહ ના ૩૩ કેસો કરવામાં આવેલ છે. જે ખનિજના બિનઅધિકળત ખનન/વહન/સંગ્રહ ના કુલ ૩૦૦ કેસો કરી કુલ ૨.૯૩ કરોડની વસુલાત કરવામાં આવેલ છે. તેમજ બિનઅધિકળત વહન અને સંગ્રહ ના ૫૫ કેસો માં નિયમોનુસાર દંડકીય કાર્યવાહી હાલ ચાલુમાં છે. જેની વધુ આવક સરકારશ્રીમાં આગામી સમયમાં થશે.

અત્રેથી ગાંધીનગર તાલુકાના સરગાસણ ખાતે સાદીરેતી ખનિજના અને નાના ચિલોડા ખાતે સાદીરતી અને બ્‍લેકટ્રેપ ખનિજના બિનઅધિકળત સંગ્રહ સબબની તપાસ હાથ ધરવામાં આવેલ. જયાં સ્‍થળ પરથી મશીનરી અને વાહનો જપ્ત કરી, જેની આગળની નિયમોનુસારની કાર્યવાહી હાલ ચાલુમાં છે. તેમજ અન્‍ય ૦૬ કેસોમાં બેજમેન્‍ટ વિસ્‍તાર ખાતે તપાસ હાથ ધરી સાદીમાટી ખનિજના બિનઅધિકળત ખનન સબબના ૦૪ કેસોમાં કુલ રૂ.૪.૩૧ કરોડની દંડકીય વસુલાત સબબની નોટીસ અત્રેથી પાઠવવામાં આવેલ છે અને ૦૨ કેસોમાં આગળની નિયમોનુસાર કાર્યવાહી ચાલુમાં છે.

 ચાલુ વર્ષ દરમ્‍યાન ખનિજના બિનઅધિકળત ખનન/વહન/સંગ્રહ સબબની કુલ ૦૨ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. જેમાં (૧) માહે જુલાઇ ૨૦૨૪ દરમ્‍યાન માણસા તાલુકાના વરસોડા નદીપટ્ટ ખાતે રેતી ખનિજના ગેરકાયદેસર ખાણકામ સબબ તપાસ હાથ ધરી એક એકસ્‍કેવેટર મશીન અને એક કેનને સિઝ કરીને, ૪૫૧૪૨૨.૯૭ મે.ટન સાીરેતી ખનિજના બિનઅધિકળત ખનન સબબની કુલ ૧૫.૨૯ કરોડની દંડકીય રકમની ૦૬ ઇસ્‍મો વિરુધ્‍ધ માણસા પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. (૨) તેમજ ગાંધીનગર તાલુકાના શાહપુર ગામની નદીપટ્ટ ખાતે માહે નવેમ્‍બર ૨૦૨૪ દરમ્‍યાન તપાસ હાથ ધરી બિનઅધિકળત રેતી ખનન કરતાં બે લોડર મશીનો અને બે ડમ્‍પરો એમ કુલ આશરે ૮૦ લાખના મુદ્દામાલને સિઝ કરવામાં આવેલ. જે ૧૭૩૦૮.૬૪ મે.ટન સાર્દીરેતી ખનિજના પ્રતિબંધિત વિસ્‍તારમાંથી બિનઅધિકળત ખનન સબબની રૂ.૦.૭૦ કરોડની દંડકીય વસુલાત સબબની કુલ ચાર ઇસ્‍મો વિરૂધ્‍ધ ડભોડા પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

(3:55 PM IST)