તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
ખેડા-અમદાવાદ હાઇવે પર 1 કરોડ લૂંટ : નડિયાદની એક બેન્કમાંથી 1 કરોડ રૂપિયા લઇને રિક્ષામાં જઇ રહેલા શખ્સને ઇકોમાં આવેલા ઇસમોએ લૂંટી ફરાર થઇ ગયા
ખેડા ટાઉન પોલીસમાં ગુનો દાખલ : અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન : બનાવ અંગે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ઉંડાણપૂર્વક તપાસ

ખેડા તા.૨૧ : ખેડા જિલ્લામાં 1 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. જેના પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. નડિયાદની એક બેન્કમાંથી 1 કરોડ રૂપિયા લઇને રિક્ષામાં જઇ રહેલા શખ્સને ઇકોમાં આવેલા ઇસમોએ ખેડા-અમદાવાદ હાઇવે પર આંતર્યો હતો અને તેની પાસે રહેલા 1 કરોડ રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
બનાવ અંગે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી.સીસારાએ જણાવ્યું હતું કે, અમદાવાદના વેપારીને ત્યાં છેલ્લા 10 વર્ષથી હસમુખભાઈ ડાભી નોકરી કરે છે. ગઇકાલે સાંજે તેઓ નડિયાદ બેન્કમાંથી 1 કરોડની રોકડ રકમ ઉપાડીને રિક્ષામાં અમદાવાદ જવા નીકળ્યા હતા. જે દરમિયાન ખેડા વિસ્તારના બેટડી-લાટ હાઇવે પર ઇકો કારની અંદર ચાર અજાણ્યા ઇસમોએ તેમને આંતર્યા હતા. તેમની પાસે રહેલી 1 કરોડની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.
આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા ફરિયાદીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. બનાવ અંગે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
