<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

સુરતના ઉમરામાં સ્કૂલ બસને અકસ્માત :આઇસર ટેમ્પામાંથી ક્રેઇન પડતાં બસ સાથે અથડાયું તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત

અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા અને માંડ માંડ વિદ્યાર્થીઓનો જીવ બચ્યો

સુરતના ઉમરામાં પારલે પોઇન્ટ રોડ પર સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આઇસર ટેમ્પામાંથી ક્રેઇન પડતાં બસ સાથે અથડાયું હતું. આ સ્કૂલમાં 25 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો સવાર હતા. અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને માંડ માંડ વિદ્યાર્થીઓનો જીવ બચ્યો હતો.

 તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્કૂલબસમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. આઇસર ચાલક બેફામ ગતિએ વાહન હંકારી રહ્યો હોવાનો સ્થાનિકો રહીશોએ આક્રોશ કર્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ નથી.

(7:01 PM IST)