તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 21st January 2025
ખેડા-અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ: સનસનાટી
ઇકો કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર

ખેડા અમદાવાદ રોડ પર લૂંટની ઘટના સામે આવી છે. નડિયાદની ખાનગી બેંકમાંથી રૂપિયા એક કરોડ લઈ અમદાવાદ જઈ રહેલો વેપારી લૂંટાયા છે. લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસણો ધમધમાટ શરૂ કર્યો છે.
ખેડા-અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. ઇકો કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે.
રોકડ રૂપિયા 1 કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહીદભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે આ રિક્ષા ખેડાના અમદાવાદ-મુંબઈ હાઈવે પર બેટડીલાટ પાસેના બ્રીજ પરથી પસાર થતી હતી. ત્યારે ઈકો કાર પાછળથી આવી હતી અને રિક્ષાને આંતરી અટકાવી હતી. દરમિયાન 4 લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી હતી અને રિક્ષામાં મુકેલ રૂપિયા 1 કરોડ રોકડ ભરેલો થેલા હતો, તે ઉઠાવી આ લૂંટારુ ટોળકી ફરાર થઈ હતી. જોકે રિક્ષા ચાલકે અન્ય લોકોએ આ ઈકો કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો હતો. પરંતુ તે લોકો ફરાર થયા હતા. આ સમગ્ર બનાવ મામલે રિક્ષા ચાલક હસમુખ ડાભીએ ખેડા ટાઉન પોલીસ મથકે ઈકો કારમાં આવેલા 4 શખસ સામે ફરિયાદ નોંધાવી છે
ધોળા દિવસે આટલી મોટી રકમની લૂંટ બાદ પોલીસ એક્શનમાં આવી છે. તેમજ લૂંટ ચલાવનારા આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે લૂંટના આરોપીઓને ઝડપવા માટે નાકાબંધી કરી છે. તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
