<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ અમદાવાદ સહીત ચાર શહેરોમાં 600 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 22 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 10,952.95 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 10,952.95 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 460 રૂ. અને નીચો ભાવ 135 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 600 રૂ., ખંભાતમાં 580 રૂ., બીલીમોરામાં 560 રૂ., કપડવંજમાં 520 રૂ., દાહોદમાં 500 રૂ., ગોંડલમાં 421 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર  ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 10,952.95 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:04 PM IST)