<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા 1400 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 28 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 28 માર્કેટ યાર્ડમાં કુલ 2,304.99 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 28 માર્કેટ યાર્ડમાં કુલ 2,304.99 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1250 રૂ. અને નીચો ભાવ 940 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1375 રૂ., તલોદમાં 1345 રૂ., પાંથવાડામાં 1260 રૂ., ગોંડલમાં 1250 રૂ., ભાવનગરમાં 1229 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,304.99 ટન મગફળીની આવક થઇ છે.

(8:14 PM IST)