તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
સ્વેટર તૈયાર રાખજો : ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે : આગામી 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી ઘટવાની શક્યતા
રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું: ગાંધીનગરમાં 13.8, કેશોદમાં 14.3, ભુજમાં 14.4 ડિગ્રી,અમરેલીમાં 14.6, પોરબંદરમાં 14.8, ડીસામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન

અમદાવાદ : રાજ્યમાં એકાએક ઠંડીમાં ઘટાડો થયો છે અને આગામી 24 કલાક પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે
. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાન મુજબ સુરતમાં 33 ડિગ્રી, ગાંધીનગરમાં 32.4, રાજકોટમાં 32.4, મહુવામાં 32.4, સુરેન્દ્રનગરમાં 31.5, વડોદરામાં 31.4, ડીસામાં 31.3, અમદાવાદમાં 31.2, વલ્લભ વિદ્યાનગરમાં 31.1, અમરેલીમાં 31, ભાવનગરમાં 30.6, પોરબંદરમાં 30.6, ભુજમાં 30.5, કંડલા પોર્ટમાં 30.4, વેરાવળમાં 30.4, કેશોદમાં 29.9, નલિયામાં 28.2, દ્વારકામાં 27.2, ઓખામાં 27.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 13.8, કેશોદમાં 14.3, ભુજમાં 14.4, અમરેલીમાં 14.6, પોરબંદરમાં 14.8, ડીસામાં 15, રાજકોટમાં 15, વડોદરામાં 15.8, કંડલા પોર્ટમાં 16, મહુવામાં 16.1, અમદાવાદમાં 16.2, દ્વારકામાં 17.1, વલ્લભ વિદ્યાનગરમાં 17.5, સુરેન્દ્રનગરમાં 17.5, સુરતમાં 17.8, ભાવનગરમાં 18, વેરાવળમાં 18.3, ઓખામાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
