<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

પલસાણામાંથી કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું :પોલીસે રૂ, 72 લાખની કિંમતનો કેમિકલનો જથ્થો કબજે કર્યો

સામરોદ ગામ જતા માર્ગ પર વેપલો ચાલતો હતો. 50 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા બેરલ મળી આવ્યા .

સુરતઃ પલસાણામાંથી કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું છે. ટેન્કરમાંથી જ્વલનશીલ કેમિકલનો જથ્થો કાઢી ચોરી કરાતી હતી. પોલીસે 72 લાખની કિંમતનો કેમિકલનો જથ્થો કબજે કર્યો. ગતરાજથી સામરોદ ગામ જતા માર્ગ પર વેપલો ચાલતો હતો. 50 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા બેરલ મળી આવ્યા છે. આસિફ રસીદ શેખ નામનો ઈસમ માણસો રાખી વેપલો કરી રહ્યો હતો.

(8:40 PM IST)