તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુરક્ષામાં મોટી ચૂક :બોપલમાં જાહેર કાર્યક્રમમાંથી પરત આવતા સમયે અજાણી કાર કોન્વોયમાં ઘુસી ગઇ
સીએમનો કાફલો બોપલ રીંગ રોડ પાસેથી પ્રસાર થતો હતો આ દરમિયાન વ્હાઇટ કલરની કાર અચાનક તેમના કોન્વોયમાં ઘુસી ગઇ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે. અમદાવાદના બોપલમાં જાહેર કાર્યક્રમમાંથી પરત આવતા સમયે એક અજાણી કાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કોન્વોયમાં ઘુસી ગઇ હતી. બોપલ રીંગ રોડ પાસે પ્રજાસત્તાક પર્વ પહેલા મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી.
અમદાવાદમાં બોપલમાં પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરતા હતા. આ દરમિયાન બોપલ રિંગરોડ પર સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. અજાણી કાર મુખ્યમંત્રીના કારના કાફલામાં ઘુસી ગઇ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કારનો કાફલો બોપલ રિંગ રોડ પાસેથી પ્રસાર થતો હતો આ દરમિયાન વ્હાઇટ કલરની કાર અચાનક તેમના કોન્વોયમાં ઘુસી ગઇ હ તી. જોકે, કાર મુખ્યમંત્રીના કારના કાફલામાં ઘુસતાની સાથે જ પાયલોટ અને જે ટ્રેલ કાર હતી તેમની સમયસૂચકતાથી મોટી ઘટના બનતા ટળી ગઇ હતી. અજાણી કાર મુખ્યમંત્રીના કાફલામાં ઘુસી જતા ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મીએ પણ કારને સાઇડ કરવાનો નિર્ણય લીધો હતો.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
