<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

સાગબારા તાલુકાના વ્યક્તિગત દાવેદારોના ઉભા ભાગમાં જંગલ ખાતા દ્વારા થતી કામગીરી અટકાવવા દેડીયાપાડાનાં પૂર્વ ધારાસભ્યએ સીએમને લખ્યો પત્ર

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ઉમરપાડા તાલુકાના વડપાડા રેંજમાં અભ્યારણના નામે સ્થાનિક રાજકારણના ઈશારે સાગબારા તાલુકાના વ્યક્તિગત દાવેદારોના ઉભા ભાગમાં જંગલ ખાતા દ્વારા થઈ રહેલ કામગીરી અટકાવવા માટે દેડીયાપાડાનાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્ય મંત્રી સહિત વન પર્યાવરણ મંત્રી મુરૂ બેરાને કલેકટર સુરત અને નર્મદાને પણ લેખિત રજૂઆત કરી છે.
    પૂર્વ દેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે સાગબારાના ખોપી ગામની વન સંબંધી અધિકાર સમિતિ દ્વારા મને મળેલ રજૂઆતો મુજબ વન કાનૂન 2006 અંતર્ગત વ્યક્તિગત હક્ક દાવેદારો સાગબારા તાલુકાના પાડી,  હલગામ, નાનીનાલ , કાકરાપાડા, ધોધનવાડી, મોટા કાકડી આંબા, ભાદોડ, સોરતા, નાની પરોડી તેમજ જુદા જુદા ગામોના છે. જેમાં દાવેદારો એ વન કાનૂનના નિયમ મુજબ ગામ સુરત નાં ઉમરપાડા તાલુકાના ડોંગરીપાડાનાં વન અધીકાર સમિતીમાં ભલામણ કરી માંડવી પ્રાંત કચેરી ખાતે દાવા અરજીઓ જમા કરેલ અને 14 જેટલા દાવેદારો ને સનદ પણ આપવામાં આવી અને બીજા દાવેદારો હક પત્રથી બાકી છે. ત્યારે તારીખ 22 ડિસેમ્બર 24 થી અમારી કબજા વાળી જંગલ જમીન પર સ્થાનિક રાજકારણના ઇશારે જેસીબી દ્વારા ઉભા પાક તેમજ રહેઠાણના ઝુપડા ઉખેડી ડેચ તથા ખાડા ખોદાવી ગેરરીતી થઇ રહી છે.
  આમ આદિવાસી જંગલની જમીનના દાવેદારો જેઓ સાગબારા તાલુકાના હોવાથી તેઓને કબજા વાળી જમીનો છોડવાનું કામ થઈ રહેલ છે. તેમજ આ કામ વન કાનુનના નિયમ બહાર થઇ રહેલ છે તેને અટકાવવામાં આવે અને બાકી રહેલ દાવેદારોને હક પત્ર આપવામાં આવે તેમજ આ કામના કારણે આદિવાસી દાવેદારોને કોના ઇશારે જનીમ પરથી કબજો છોડવા માટે મજબુર કરવામ આવે છે તેની તપાસ થવી જોઈએ સાથે આ બાબતે યોગ્ય ન્યાયિક તપાસ કરી આદિવાસી ખેડૂતો ને ન્યાય આપવા રજૂઆત કરી છે

(9:49 PM IST)