<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

કારેલી ગામે જમીનના હિસ્સા બાબતે હુમલો કરનાર ચાર વિરુદ્ધ ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કારેલી ગામમાં જમીન બાબતે માથાફૂટ મા હુમલો કરનાર ચાર વિરુદ્ધ ફરિયાદ થતાં ગુનો દાખલ થયો છે

      પ્રાપ્ત વિગતો અનુસાર ભાનુભાઈ બીજલભાઈ તડવી (રહે.કારેલી મેળા ફળીયુ તા.ગરુડેશ્વર જી. નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તેમજ નીરૂબેનનાઓ પોતાના ઘરે હતા તે વખતે (૧) શૈલેષભાઈ ભીમાભાઈ તડવી (૨) હર્ષદભાઈ ભીમાભાઈ તડવી (૩) નૈનાબેન શૈલેષભાઈ તડવી તથા (૪) કોકીલાબેન હર્ષદભાઈ તડવી નાઓ તેમના ઘરના આંગણામા આવી બુમો પાડી કહેતા હતા કે તમો જે જમીનમાં ખેતી કરો છો તેમાં અમો ખેતી કરવાના છીએ અને અમો તમોને ખેતી નહી કરવા દઈએ તેમ કહેતા ભાનુભાઇએ જણાવેલ કે આપણા જમીનના હિસ્સા પડી ગયેલ છે તેમ કહેતા (૧)શૈલેષભાઈ ભીમાભાઈ તડવી એકદમ ઉશેકરાઈ જઈ લોખંડનો સળીઓ લઈ આવી તેમના ડાબા હાથના કલાઈના ભાગે મારી દઈ ઈજા કરી ફેક્ચર કરી તેમજ હર્ષદભાઈ ભીમાભાઈ તડવીએ નીરૂબેનને લાકડી વડે બરડાના ભાગે સપાટો મારી તેમજ નૈનાબેન શૈલેષભાઈ તડવી તથા કોકીલાબેન હર્ષદભાઈ તડવી (તમામ રહે. કારેલી )નાઓએ ઢીકા પાટુનો માર મારી આજે તો તમે બચી ગયા છો હવે પછી જમીનમા પગ મુકશો તો અમો તમોને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા ગરુડેશ્વર પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો છે.

(10:04 PM IST)