<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

તિલકવાડા પોલીસે અગર ગામ પાસેથી રૂપિયા ૪૨,૯૬૦ ના દારૂ ના મુદામાલ સાથે બાળ કિશોરને પકડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામ પાસેથી બાઇક પર અંગ્રેજી દારૂ લઈ ને જતા એક બાળ કિશોરને પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે
    મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે બાતમી ના આધારે અગર ગામ પાસે વોચ ગોઠવી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એક ગામનો બાળ કિશોર પોતાના કબ્જાની મોટર સાઇકલ નંબર GJ-34-M-2995 પર ગે.કા. વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૯૬ કિ .રૂ.૧૨,૯૬૦ તથા મોટર સાયકલ નંગ-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૨,૯૬૦/ - ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા તિલકવાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:04 PM IST)