<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

આજીવન કેદની સજામાં વચગાળાનાં જામીન પરથી ફરાર થયેલા કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ-બાજુના જીલ્લાના નાસતા-ફરતા આરોપી તથા ફરાર કેદીઓને પકડી પાડવા  સૂચના મળતા પેરોલ-ફર્લો સ્કોડના પો.સ.ઈ. પી.આર. ચૌધરીનાઓએ ફરાર કેદી ભરતભાઈ ચંદુભાઈ વસાવા (રહે.ભચરવાડા તા-નાદોદ જી- નર્મદા) નાઓની વિરુધ્ધમાં રાજકોટ જીલ્લાનાં કુવાડવા પો.સ્ટે.ના ૩૦૨ નાં ગુનામાં આજીવન કેદની સજા થયેલ, આ કેદી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા હેઠળ હોય જેને વચગાળાનાં જામીન ઉપર મુક્ત થતાં તા.૧૪/૦૮/૨૦૨૪નાં રોજ જેલ ખાતે હાજર થવાનું હતું પરતું તે હાજર ન થતાં તેનાં વિરૂધ્ધમાં રાજપીપલા પો.સ્ટે.દાખલ થયેલ હોય ફરાર કેદીની તપાસ કરતાં તા-૧૯/૦૧/૨૦૨૫ ના રોજ બાતમીદારોથી બાતમી મળેલ કે સગડોળ તા.કરજણ જી.વડોદરાની સીમમાં હોવાની ચોક્કસ બાતમી આધારે સગડોળ ગામની સીમમાં તપાસ કરી પકડી પાડેલ હોય આગળની કાર્યવાહી માટે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે ફરાર કેદીનો કબજો સોપવાં આવેલ અને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.

(10:05 PM IST)