તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 21st January 2025
ગરુડેશ્વર તાલુકાના નાસરી ગામમાં 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા પશુપાલકના બળદને શિંગડાની પીડામાંથી મુક્ત કરવામાં આવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં કાર્યરત 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનુ જ્યારે શિડ્યુલ વિઝીટમાં વિઝીટ દરમિયાન નાસરી ગામના પશુપાલક ખુશાલભાઈ કહ્યું કે એનો બળદ પીડાતો હોય જેથી એમ્બ્યુલન્સ ના વેટેનરી ડોક્ટર ડો. દ્રષ્ટિ પટેલ તપાસ કરતા માલૂમ પડ્યું કે એમને શીંગડાનું કેન્સર છે જેથી બીજા દિવસે તરત જ ઓપરેશન કરવાનું નક્કી કરતા નજીકના લોકેશનના ડોક્ટર ધૈર્ય પટેલને મદદમાં બોલાવી ત્રણ કલાકની જહમત બાદ સફળ ઓપરેશન કરવામાં આવ્યું તેથી પશુપાલકએ 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના ટીમના ડૉ. દ્રષ્ટિ પટેલ, ડૉ. ધૈર્ય પટેલ અને પાયલોટ કમ ડ્રેસર મયુરભાઈ પટેલ અને મિતેશ પટેલની પ્રશંસા કરી આભાર માન્યો હતો.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
