તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
સરકાર ખોટા વાયદા કરીને ભરમાવશે પણ તમે ભરમાતા નહિ: ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું નિવેદન
બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ વિરોધ સાથે જનતામાં ભારે આક્રોશ:ધાનેરા તાલુકામાં સજ્જડ બંધ સાથે જન આક્રોશ સભાનું આયોજન

બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ વિરોધ હજુ પણ યછાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ વિરોધ સાથે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સજ્જડ બંધ સાથે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશનો વિરોધ થઇ રહ્યો છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા સ્થાનિકો માંગ કરી રહ્યાં છે. આજે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને વિશાળ જન આક્રોશ સભાનું પણ આયોજન કરાયું છે. ધાનેરા સહિતના ગામના લોકો ધંધો રોજગાર બંધ રાખ્યો હતો.
એવામાં બનાસકાંઠા જિલ્લા વિભાજનને મામલે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે, કીડી જેમ કચડાવવાનું નથી ભમરો બની ડંખ મારવાનો છે. કારની કૂટ નીતિ સામે લડવાનું છે અને પોતાનો હક મેળવવાનો છે. સરકાર તમને ખોટા વાયદા કરીને ભરમાવશે પણ તમે ભરમાતા નહિ.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
