તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
કાલે અમિતભાઇ શાહ અમદાવાદમાં : વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઝૂંડાલમાં ૧૦૦ કરોડના આઇકોનિક રોડ-શિલજ તળાવ અને વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ

અમદાવાદ,તા.૨૨ : દેશના કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તારીક ૧૪-૧૫-૧૬ જાન્યુઆરી ગુજરાતમાં વિવિધ લોકાર્પણ અને ખાતમૂહ્રતના કાર્યો તેમણે કર્યા હતા. ત્યારે આગામી ૨૩ જાન્યુઆરીના રોજ તેઓ ગુજરાત આવનાર છે.
જેમાં આ દિવસે અમિતભાઇ શાહ ૬૫૧ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર છે. આ દિવસે ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસના કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરશે. મળતી માહિતી મુજબ ઝુંડાલમાં ૧૦૦ કરોડના આઇકોનિક રોડનું લોકાર્પણ કરવામાં આવશે, થલતેજ વોર્ડમાં ૧૩ કરોડમાં શિલજ તળાવનું અને બોડકદેવ વોર્ડમાં ૩.૩૫ કરોડના ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું પણ લોકાર્પણ કરશે.
ત્યારે બીજી તરફ ગળહમંત્રી અમિતભાઇ શાહ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત ૮૩ આવસો અને ૧૨ દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરનાર છે. જેમાં ચેનપુર અન્ડરપાસ ખુલ્લો મૂકવામાં આવશે. આ ઉપરાંત તેઓ જાહેર સભા દરમિયાન રાણીપવાસીઓને સંબોધન કરશે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
