તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે :સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી જશે
ઉત્તરાયણ બાદ પવનની દિશા બદલાતા લોકોને ઠંડીમાં રાહત મળી પણ હવે એન્ટી સાયક્લોનની અસરમાંથી મુક્ત થતા પવનની દિશા ફરીથી બદલાઈને ઉત્તર-પૂર્વની થઈ જશે: પરેશ ગોસ્વામી

અમદાવાદ : ગુજરાતમાં મકર સંક્રાંતિ પહેલા કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા હતા. જો કે ઉત્તરાયણ બાદ પવનની દિશા બદલાતા લોકોને ઠંડીમાં રાહત મળી હતી. મોટાભાગના ગુજરાતમાં મહત્તમ તાપમાન અચાનક ઉચકાતા લોકો ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ માની રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ગુજરાતથી ઉત્તર-પૂર્વ દિશાની અંદર રાજસ્થાનના પૂર્વ ભાગ પર સક્રિય થયેલું એન્ટી સાયક્લોન ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. જે આગળ નીકળી જતાં ફરીથી ગુજરાતનું હવામાન બદલાશે. આ એન્ટી સાયક્લોનની અસરના કારણે અત્યારે મહત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી જેટલું ઊંચકાયું છે. આ સાથે જ પવનની દિશા પણ બદલાઈ ગઈ છે અને ઝાકળ વર્ષા થઈ રહી છે.
જો કે આજે રાતે ગુજરાત એન્ટી સાયક્લોનની અસરમાંથી મુક્ત થવા સાથે જ પવનની દિશા પણ ફરીથી બદલાઈને ઉત્તર-પૂર્વની થઈ જશે. જેના પરિણામે 22 થી 28 જાન્યુઆરી સુધી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે.
આ 7 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી જશે. આ સાથે જ પવનની ગતિ પણ વધીને 15 થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાશે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
